પ્રોજેક્ટ માહિતી ડાઉનલોડ કરો અંગ્રેજી અનુવાદ
મૂખ પૃષ્ઠ અમારા વિશે પ્રોજેક્ટ્સ અમારા પોર્ટલ વિશે અમારા કાર્યક્ર્મો સમ્પર્ક

વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમ
 

રજાઓના દિવસો દરમિયાન પ્રોજેક્ટ કેન વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના બાળકો માટે વ્યક્તિત્વ વિકાસ માટેના કેમ્પનું આયોજન કરે છે પ્રવૃતિઓને ૨ જૂથમાં સંચાલિત કરવામાં આવે છે. પહેલા જૂથમાં ધોરણ ૧ થી ૪ ના વિદ્યાર્થીઓ માટે અને બીજા જૂથમાં ધોરણ ૫ થી ૭ ના વિદ્યાર્થીઓ માટે. જુદા– જુદા વિષય જેવા કે સર્જનાત્મ્કતા,સ્વવિકાસ, નેત્રૂત્વ, વતૅન અને શિષ્ટાચાર વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. વધારેના વિષયો જેવા કે કિશોર અવ્સ્થાનો વ્યવહાર, વાંચનની ટેવ, સકારાત્મક વલણ વગેરેને ધોરણ ૫ થી ૭ માં સમાવેશ કરવામાં આવ્યો છે.

અમારા ઈસી (એજયુકેશન કોઓડિૅનેટર) દ્રારા બધા જ વિષયો સ્ટાન્ડર્ડાઇઝ મૉડયુલની મદદથી ભણાવવામાં આવે છે. દરેક વિષયો બાળકોને પ્રવૃતિઓ દ્રારા શિખવાડવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓ પ્રવૃતિઓમાં આનંદ આવે અને ગમ્મતની સાથે સાથે આજીવનમાં ઉપયોગી થાય તેવા કૌશલ્ય અને મુલ્યો તેમનામાં વિકસાય. દરેકે દરેક એજયુકેશન કોઓડિૅનેટર પ્રવૃતિના સંચાલન માટેની સામગ્રી જેવી કે ચાટૅ પેપર, કલસૅ, બ્લાઇન્ડ ફોલ્ડ વગેરે જે મા ફાઉન્ડેશન દ્રારા આપવામાં આવે છે તેનો ઉપયોગ કરે છે.

નીચે આપેલી લિન્ક ઉપર કિલક કરો અને મા ફાઉન્ડેશન દ્રારા તૈયાર કરવામાં આવેલા વ્યક્તિત્વ વિકાસ કેમ્પના સ્ટાન્ડર્ડાઇઝ મૉડયુલ વાંચો/ ડાઉનલોડ કરો.

મા ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરેલુ વ્યક્તિ વિકાસ નુ મોડ્યુલ ડાઉનલોડ કરો.