પ્રોજેક્ટ માહિતી ડાઉનલોડ કરો અંગ્રેજી અનુવાદ
મૂખ પૃષ્ઠ અમારા વિશે પ્રોજેક્ટ્સ અમારા પોર્ટલ વિશે અમારા કાર્યક્ર્મો સમ્પર્ક

વિદ્યા
 

વિદ્યાર્થીઓ માટે તેની પૂર્ણ ક્ષમતા સુધી પહોંચવા માટે ફક્ત બુદ્ધિ જ પૂરતી નથી. જરૂરી પૈસાના અભાવે તેજસ્વી વિદ્યાર્થીઓ ઘણી વાર શાળા છોડીને જતા રહેતા હોય છે અથવા ઉચ્ચ અભ્યાસ નથી કરી શકતા. મા ફાઊંડેશન એવા યોગ્યતાવાળા પરંતુ જરૂરીયાતવાળા વિદ્યાર્થીઓ માટે એના પ્રોજેક્ટ વિદ્યા દ્વારા આશાના કિરણ તરીકે કાર્ય કરે છે. આ પ્રોજેક્ટ વલસાડ, અમરેલી અને ભાવનગર જિલ્લાના વિદ્યાર્થીઓને ઉપસ્નાતક, સ્નાતક અને અનુસ્નાતક આભ્યાસ માટે શિષ્યવૃતિ આપે છે.

શિષ્યવૃતિની રકમ દરેક પાત્રતા ધરાવનાર વિદ્યાર્થીની વ્યક્તિગત મુલાકાત પછી નિર્ધારિત થાય છે. વિદ્યાર્થીની ક્ષમતા અને આર્થિક પાશ્વભૂની આકારણી કરવામાં આવે છે, તેઓના ભલામણપત્રોની ચકાસણી કરાય છે અને તેમની ભવિષ્યની યોજનાની ચર્ચા કરવામા આવે છે. આ યુવાન વિદ્વાનોને શ્રેષ્ઠતા સુધી સતત મદદ કરવા અને તેઓ તરફ લક્ષ્ય આપવા, તેમના શૈક્ષણિક લક્ષ્યાંક પારસ્પરિક સંમતિથી ગોઠવાય છે. દરેક વસ્તુની ખાતરી કરાય છે કે ફક્ત યોગ્ય વિદ્યાર્થીઓ જ સતત શિષ્યવૃતિ મેળવી શકે.

આ કાર્યક્રમ આર્થિક રીતે નબળા વાલીઓને આશા આપે છે અને વિદ્યાર્થીઓને વિશ્વાસ આપે છે કે તેઓના પ્રયત્નો અને મહેનતને મા ફાઉન્ડેશન દ્વારા નાણાકીય સહાય મળશે. જેથી તેઓ તેમના ઉચ્ચત્તમ શૈક્ષણિક લક્ષ્યાંકોને પ્રાપ્ત કરી શકશે.

 
જૂન ૨૦૧૨ પ્રમાણેની સ્થિતિ

પ્રોજેકટ વિદ્યામાં આજ સુધીમાં ૭૭૭૭ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ પૂરી પાડવામાં આવી છે, જેમાં ૩૬૬૭ ઉપસ્નાતકો , ૩૦૮૫ સ્નાતકોને અને ૧૦૨૫ અનુસ્નાતક વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.