પ્રોજેક્ટ માહિતી ડાઉનલોડ કરો અંગ્રેજી અનુવાદ
મૂખ પૃષ્ઠ અમારા વિશે પ્રોજેક્ટ્સ અમારા પોર્ટલ વિશે અમારા કાર્યક્ર્મો સમ્પર્ક

ઉડાન
 

વિકાસ અને સમૃદ્ધિ ફક્ત શિક્ષણ દ્વારા જ શક્ય છે. આમ છતાં, આર્થિક રીતે પછાત વર્ગના લોકો હજુ સુધી શિક્ષણના મહત્વ વિશે જાગૃત નથી. પ્રોજેક્ટ ઉડાન પ્રથમ પેઢીના વિદ્યાર્થીઓને ગુણવત્તાવાળું શિક્ષણ આપે છે જેના દ્વારા ફક્ત તેઓની જિંદગી જ બદલાતી નથી પણ તેઓની ભવિષ્યની પેઢીઓમાં પણ બદલાવ આવે છે. જે બાળકો પ્રથમ પેઢીના વિદ્યાર્થીઓ છે અને આર્થિક રીતે પછાત વર્ગમાંથી આવે છે તેઓને પ્રોજેક્ટ ઉડ્ડાન દ્વારા આર્થિક સહાય પણ આપવામાં આવે છે. આ ઉપરાંત તેઓ તેમને સારી બોર્ડીંગ શાળાઓમાં / વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં પ્રવેશ આપાવવામાં પણ મદદ કરે છે.

તેઓ તેમના વ્યક્તિત્વને આકાર આપવા જરૂરી સોફ્ટ સ્કિલ તાલિમ પૂરી પાડે છે અને શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓની સમકક્ષ લાવે છે. તેઓ મા ફાઉન્ડેશનના કારકિર્દી માર્ગદર્શનના પ્રોગ્રામ પર પ્રકાશ પાડે છે કે જેમાં તેઓ માટે પ્રાપ્ય વિવિધ પ્રકારના કારકિર્દી વિકલ્પો માટે તેઓ જાગૃત બને તેઓ પોતાની સક્ષમતા વિશે અને તેમને માટે સૌથી વધુ યોગ્ય કારકિર્દી વિશે સમજે. તેઓને શૈક્ષણિક અને ઔદ્યોગિક પ્રવાસમાં લઈ જવામાં આવે છે જેને લીધે તેઓ વાસ્તવિકજીવનના કામની ઝાંખી કરી શકે.તેઓના અભ્યાસના વર્ષો દરમ્યાન તેઓના અભ્યાસ અને વ્યક્તિત્વ વિકાસ બધા પર સતત દેખરેખ રહે છે જેથી તેઓ આવતીકાલના સમાજના મુખ્યપ્રવાહનો ભાગ બની શકે.

આ બાળકો રોલ મોડેલ બને છે અને ‘અભ્યાસ દ્વારા સમૃદ્ધિ’નો સંદેશો ઘરે પહોંચાડે છે.

 
જૂન ૨૦૧૨ પ્રમાણેની સ્થિતિ

જૂન ૨૦૧૨ પ્રમાણે, ૧૦૨૦ થી પણ વધુ વિદ્યાર્થીઓને પ્રોજેકટ ઉડાનમાં આવરી લેવામાં આવ્યા છે.