પ્રોજેક્ટ માહિતી ડાઉનલોડ કરો અંગ્રેજી અનુવાદ
મૂખ પૃષ્ઠ અમારા વિશે પ્રોજેક્ટ્સ અમારા પોર્ટલ વિશે અમારા કાર્યક્ર્મો સમ્પર્ક

સ્ટેપ અપ પદ્ધતિ
 
સ્ટેપ અપ પદ્ધતિ

મોટાભાગની સરકારી પ્રાથમિક શાળાઓમાં જોવાયું છે કે ત્યાં શિક્ષકોની અછત છે. જેનું પરિણામ વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેના પ્રમાણને અસમતોલ કરે છે.વધુમાં અમુક શાળાઓમાં ભૌતિક સુવિધાનો અભાવ હોય છે. આ બધુ સંયુક્ત વર્ગો તરફ દોરી જાય છે જેના લીધે અપાતા શિક્ષણની ગુણવત્તા ગંભીર કથળે છે. વિદ્યાર્થીઓમાં સંકલ્પના આધારિત જ્ઞાનનો અભાવ હોય છે અને આગળ અભ્યાસ ધરાવવામાં રસ હોતો નથી આવી પરિસ્થિતિમાં અધ્યયન - અધ્યાપન પધ્ધતિમાં અસરકારકતા લાવવા જરૂરી છે કે શિક્ષકો સંયુક્ત વર્ગો સંભાળવા માટે જરૂરી કૌશલ્યો અને સાધનોથી સજ્જ હોય.

આ સમસ્યાને હલ કરવા આને વિદ્યાર્થીઓને અધ્યયન - અધ્યાપન પ્રક્રિયામાં સક્રીય રીતે વ્યસ્ત રાખવા મા ફાઉન્ડેશને એક પ્રક્રિયા અપનાવી છે કે જે આખા અભ્યાસક્રમને એકમોમાં ફેરવે છે. દરેક યુનીટ ધરાવ

 • પ્રારંભિક પ્રવૃતિઓ
 • સુદ્રઢક પ્રવૃતિઓ
 • મૂલ્યાંકન પ્રવૃતિઓ
 • ઉપચારાત્મક પ્રવૃતિઓ
 • ગુણવત્તા સુધારણાની પ્રવૃતિઓ

કાર્ડ અને સ્વાધ્યાયપોથીઓમાં વિવિધ વિષયો માટે વિવિધ પ્રકારની પ્રવૃતિઓ તૈયાર કરાઈ છે. પ્રવૃત્તિઓના પ્રકારને વર્ગ કે જેની સાથે પ્રવૃતિ સંબંધિત છે અને વિષય તેને જુદા પાડવા વિવિધ પ્રતીકો અને રંગ ઉપયોગમાં લેવાયા છે.

 
 
વિવિધ કાર્ડની ઓળખાણ

વર્ગ પ્રમાણે

વર્ગ 1 – ગુલાબી રંગનું કાર્ડ

વર્ગ 2 – લીલા રંગનું કાર્ડ

વર્ગ 3 – સોનેરી રંગનું કાર્ડ

વર્ગ 4 – રૂપેરી રંગનું કાર્ડ

વિષય પ્રમાણે કાર્ડ્સની ઓળખ

ગણિતઃ ટેક્નોલોજી પ્રતિકો

ભાષાઃપરિવહન પ્રતિકો

પર્યાવરણઃપ્રકૃતિ પ્રતિકો

 

પ્રવૃતિ સંપૂર્ણ રીતે શિક્ષક આધારિત, આંશિક રીતે શિક્ષક આધારિત, મિત્ર આધારિત અથવા સ્વતંત્ર પ્રવૃતિઓ છે. આ પદ્ધતિમાં શિક્ષકોનો ભાગ મદદરૂપ બનવાનો છે. તે સંકલ્પનાની સ્પષ્ટતા પર કેન્દ્રિત છે. તેનાં કેન્દ્ર સ્થાને બાળક હોય છે તેથી તે બાળકને શીખવા માટે વ્યસ્ત રાખે છે. કઠપુતલીના શો, માતૃકથાઓ, હસ્તકલા, એકપાત્રીય અભિનય અને નકલ, લોકગીતો, ઉખાણાઓ, બાળવાર્તાઓ, દેશી દવાઓનું જ્ઞાન આ બધુ અભ્યાસક્રમના ભાગરૂપે છે. એ રીતે તે ‘જ્ઞાન સાથે ગમ્મત’ની પદ્ધતિને અનુસરે છે.

આ પદ્ધતિનું બીજો મહત્વનો ફાયદો એ છે કે તે વિદ્યાર્થીઓને પોતાની ગતિ મુજબ શિખવાની તક આપે છે આમ તે ઝડપી અને ધીમા બંને શીખનારને સરખી તક પૂરી પાડે છે.

મૂલ્યાંકન પદ્ધતિ ખાતરી આપે છે કે દરેક બાળક તે પછીના કદમ કે સ્તર પર આગળ વધે તે પહેલા તેને જે શીખડાવ્યું હોય તે ગ્રહણ કરવા સક્ષમ હોય છે. સમીક્ષા પદ્ધતિ એવી રીતે ઘડાઈ છે કે જે વર્ગના છેલ્લામાં છેલ્લા બાળક સુધી ઉપચારાત્મક અને ગુણવત્તા સુધારણા બંને પ્રકારની પ્રવૃતિઓની રૂપરેખા નિર્મિત કરે. આ પદ્ધતિ ખાતરી આપે છે કે વર્ષના અંતમાં દરેક વિદ્યાર્થીઓ 100% યોગ્ય જ્ઞાન ધરાવતા હશે.

સ્ટેપ અપ પદ્ધતિ કેવી રીતે અલગ પડે છે?

 • પ્રવૃતિ આધારિત જ્ઞાન
 • કોઈ પાઠ્યપુસ્તક ન્થી
 • શિક્ષકનું કાર્ય પ્રોત્સાહક તરીકેનું
 • અભ્યાસક્રમમાં સ્થાનિક ખાસિયતો
 • અધ્યયન - અધ્યાપનકાર્યમાં કલા અને હસ્તકલા/ પાત્ર ભજવણી /મૂક અભિનય અને નકલ / કઠપૂતળીઓનો સમાવેશ.
 • અભ્યાસક્રમ અર્થપૂર્ણ પ્રવૃતિઓમાં વિભાજીત.
 • શિક્ષક આધારિત નહિ પણ વિદ્યાર્થી આધારિત વર્ગ સંચાલન .

સમાજના સભ્યો શાળાની પ્રવૃતિઓમાં જોડાય એ માટે પ્રતિવર્ષ ગણિતમેળાઓ બાળકો દ્વારા યોજાય છે .

આ મોડેલ ખૂબ કરકસરવાળું અને અનુસરવા માટે સહેલું છે.

 
ગણિત મેળો

પ્રતિ વર્ષે બાળકો દ્વારા ગણિત મેળો યોજાય છે જેથી ગણિત મેળાની ગમ્મતની જેમ શીખી શકાય અને વર્ગખંડમાં તે જે ગણિતના ખ્યાલને શીખ્યા હોત તે જીવનની વાસ્તવિક પરિસ્થિતિમાં સંબંધિત કરી શકે મેળો. મેળો સમાજના દરેક સભ્ય માટે ખૂલ્લો હોય છે જેથી કરીને તેઓ શાળાની પ્રવૃતિઓમાં સંકળાય અને અભ્યાસનું મહત્વ આજુબાજુના વિસ્તારમાં ફેલાય.

 

મુખ્ય લક્ષ્યો અને હેતુઓ

 • શાળાની પ્રવૃતિઓમાં સમાજના સભ્યોને ભેળવવા.
 • સમાજના સભ્યોને શાળાનું અને શિક્ષણનું મહત્વ સમજવામાં મદદ કરવી.
 • પ્રવૃતિ આધારિત શિક્ષણ દ્વારા જાગૃતત્તા ઊભી કરવી કે જેથી વિદ્યાર્થીઓ અભ્યાસમાં જોડાય. જે ડ્રોપઆઉટ પ્રમાણને ઓછુ કરવામાં મદદ કરે.
 • વર્ગખંડમાં શિખવાડેલા ગણિતના ખ્યાલોને વાસ્તવિક જીવનની પરિસ્થિતિમાં ગણિત મેળા યોજી સાંકળવા.
 • સ્વાસ્થ્ય અને આરોગ્ય વિશે સમાજના સભ્યોમાં જાગૃતત્ત લાવવી.
 • શિક્ષણના મુખ્ય પાસાઓ માટે બાળકોને જાગૃત કરવા; જેવા કે
  • સંભાષણ્
  • વિશ્લેષણ
  • તર્ક
  • જે સમજાવાય છે તે ભૂલ વગર વાંચવું અને સમજવું. અને બાળકોમાં આ શક્તિ મજબૂત કરવી.
 • બાળકોમાં ગાણિતિક ખ્યાલ વિશે જાગૃતત્તા લાવવી.
  • સરવાળા, બાદબાકી
  • સ્થાન કિંમત, અપૂર્ણાંક અને
  • રોજિંદા જીવનમાં અતિ ઉપયોગી પરિમાણો
 • બાળકોમાં છુપાયેલી ક્ષમતાઓને ઓળખવી અને બહાર કાઢવી.
 • બાળકોમાંના વૈજ્ઞાનિક અને તાર્કિક ચિંતનને બહાર લાવવું.
જૂન ૨૦૧૨ પ્રમાણેની સ્થિતિ

જૂન ૨૦૧૨ પ્રમાણે, માં ફાઉન્ડેશન દ્વારા વલસાડ જીલ્લાની ૪ શાળાઓના ધોરણ ૧ અને ૨ માં સ્ટેપ અપ પધ્ધતિનો અમલ કરવામાં આવ્યો છે.