પ્રોજેક્ટ માહિતી ડાઉનલોડ કરો અંગ્રેજી અનુવાદ
મૂખ પૃષ્ઠ અમારા વિશે પ્રોજેક્ટ્સ અમારા પોર્ટલ વિશે અમારા કાર્યક્ર્મો સમ્પર્ક

સાથ
 

સાથનું લક્ષ્ય ભૌતિક સગવડોની સાથે સાથે અધ્યયન - અધ્યાપન પ્રક્રિયામાં રચનાત્મક અને સર્જનાત્મક પદ્ધતિઓનો ઉપયોગ કરીને શૈક્ષણિક સ્તરને વધુ સારુ બનાવીને "રોલ મોડેલ સ્કૂલ" ની રચના કરવાનું છે.

શાળાને દત્તક લઈને અને અત્યાધુનિક ટેક્લનોલોજીની મદદથી અને સર્જનાત્મક અધ્યાપન પદ્ધતિથી તેનું સંપૂર્ણ વાતાવરણ બદલવાનો આ પ્રોજેક્ટ છે. પ્રિ-પ્રાયમરી થી હાયર સેકન્ડરી સુધીના વિદ્યાર્થીઓને ભણાવવામાં એજ્યુકેશન સોફ્ટવેયરનો ઉપયોગ થાય છે.વિદ્યાર્થીઓને વિજ્ઞાનના સંકલ્પો સમજાવવા માટે મા ફાઉન્ડેશનની સાયન્સ કીટની મદદથી શાળામાં પ્રોજેક્ટ આધારિત શિક્ષણનો અમલ થાય છે. શૈક્ષણિક રીતે નબળા વિદ્યાર્થીઓ પર ખાસ ધ્યાન અપાય છે અને તેમની શાળાના જ પ્રાંગણમાં તેમના માટે ઉપચારાત્મક વર્ગો ગોઠવાય છે.ક્વીઝ, રમતો, કારીગરી અને મહિતીપ્રદ મનોરંજન જેવી અભ્યાસેત્તર પ્રવૃતિઓમાં ભાગ લેવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. વિદ્યાર્થીઓના જ્ઞાનની ક્ષિતિજને વધારવા ઈન્ટરનેટ અને ઈ-લાયબ્રેરી સવિધાઓ શાળામાં પ્રાપ્ય કરાય છે. વિદ્યાર્થીઓની દૃષ્ટિને વધે અને તેમના માટે યોગ્ય કારકિર્દીનો માર્ગની પસંદગીમાં મદદ તે માટે શૈક્ષણિક પ્રવાસો અને કારકિર્દી માર્ગદર્શક પ્રોગ્રામો આયોજીત કરાય છે.

વિદ્યાર્થીઓને ગુણવત્તાવાળો અભ્યાસ પૂરો પાડવાની સાથે સાથે તેઓમાં અતિકિંમતી નૈતિક ગુણો ગ્રહણ કરે તેવી કાળજી રાખવામાં આવે છે. આ માટે વિવિધ પ્રકારના કોમ્યુનીટી પ્રોજેક્ટ કરવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે સાથે સાથે શાળાના વિદ્યાર્થીઓના લાભાર્થે સંકલ્પના નોટબેંક પણ ગોઠવાય છે. શૈક્ષણિક છુટક વેચાણ કેંદ્ર શાળાના પ્રાંગણમાં ગોઠવીને વિદ્યાર્થીઓમાં પ્રામાણિકતા અને સ્વ-નિયંત્રણ જેવા ગુણો શીખવાડાય છે.

આ ઉપરાંત શાળાના શિક્ષકોની અધ્યયન - અધ્યાપન પ્રક્રિયામાં વધારો કરવા શિક્ષક તાલિમ કાર્યક્રમમાં તેમને વિકસાવાય છે. વિદ્યાર્થીઓના ચારિત્ર્યબળને વધારવા તેઓ સાથે વાતચીત કરવવા બહારના શિક્ષકોને પણ શાળામાં બોલાવાય છે.

 
જૂન ૨૦૧૨ પ્રમાણેની સ્થિતિ

પ્રોજેકટ સાથ હેઠળ ૨૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ કે જેમને શાળાઓમાં સુવિધાનો અભાવ છે એવી શાળાઓને દત્તક લીધી છે.