પ્રોજેક્ટ માહિતી ડાઉનલોડ કરો અંગ્રેજી અનુવાદ
મૂખ પૃષ્ઠ અમારા વિશે પ્રોજેક્ટ્સ અમારા પોર્ટલ વિશે અમારા કાર્યક્ર્મો સમ્પર્ક


અમારા પ્રોજેક્ટ્સ

કેન
કેનનો અર્થ થાય છે જ્ઞાનનો વિસ્તાર. પ્રોજેક્ટ કેનનું લક્ષ્ય વલસાડ જિલ્લાના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારમાં ગુણવત્તાવાળું શિક્ષણ પહોંચાડવાનું અને ગામડાઓમાં શિક્ષણના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાનું છે..․
વર્તમાન સ્થિતી
૨૪ પ્રોગ્રામ ઓફીસર અને ૩૮૬ જેટલા એજ્યુકેશન કો-ઓર્ડિનેટર (ઇ.સી.) ને ટ્ર્રેનિંગ આપીને ગુજરાતના વલસાડ અને અમરેલી જિલ્લાની લગભગ ૩૮૬ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં મૂકવામાં આવેલ છે. નીચે દર્શાવેલ અલગ-અલગ પ્રવૃતિઓમાં જણાવેલ સંખ્યામાં વિદ્યાર્થીઆને શિક્ષણ, તાલીમ, માર્ગદર્શન અને સાધનો આપવામાં આવ્યા છે.
  • ૨૩,૩૪૦ નબળા વિદ્યાર્થીઆને લઘુત્તમ અધ્યયન (મીનીમમ લેવલ) દ્વારા તાલીમ.
  • ધો.૩ ના ૩૨,૮૨૨ વિદ્યાર્થીઆને આધુનિક પદ્ઘતિથી ગણિતની તાલીમ.
  • ૪૧૪૫૧ વિદ્યાર્થીએાને અંગ્રેજી ભાષાનું જ્ઞાન.
  • ૧,૦૬૮ શાળાના ૮૨,૬૦૮ વિદ્યાર્થીએાને બેઝિક કમ્યુટરની તાલીમ.
  • દર શનિવારે દરેક શાળામાં આરોગ્યલક્ષી શિક્ષણની માહિતી.
  • પહેલા ધોરણના દરેક વિદ્યાર્થીઓેને તેમના શૈક્ષણિક વર્ષની અંદાજિત સ્ટેશનરી સહીતની ૧,૫૪,૦૦૦ સ્કુલબેગ આપવામાં આવી (૨૦૦૭ - ૨૦૧૫).
  • વલસાડ જિલ્લાની ૨૫૦ કરતાં વધારે શાળાઓમાં રોલ મોડેલ શાળા બનાવવાના વિચારનો અમલ કરવામાં આવ્યો.
  • ધો. ૧ થી ૮ના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમને ડિજીટલ સ્વરૂપથી શીખવવાનો પ્રયત્નો કરવામાં આવ્યા.
ફોટો ગેલેરી


વિગત વાર...

વિદ્યા
પ્રોજેક્ટ વિદ્યા એ આર્થિક રીતે પછાત સ્થિતી ધરાવતા બુદ્વિશાળી વિદ્યાર્થીઓ માટે આશાનું કિરણ છે. આ શિષ્યવૃતિનો કાર્યક્રમ છે જે વલસાડ, અમરેલી અને ભાવનગર જિલ્લાઓના સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પડે છે.
વર્તમાન સ્થિતી
વલસાડ જીલ્લાના ૬૦૦૦ અને અમરેલી તથા ભાવનગર જીલ્લાના ૪૦૦૦ મળી અંદાજે કુલ ૧૦,૦૦૦ લાયક અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવી. જેમાં અંદાજે ૩૬૦૦ જેટલા વિદ્યાર્થીઓ સ્નાતકથી નીચેની કક્ષાના, ૩૦૦૦ જેટલા સ્નાતક અને ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ અનુસ્નાતક કક્ષામાં અભ્યાસ કરતા હતા.
ફોટો ગેલેરી


વિગત વાર...

દિશા
દિશા એ એક કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ છે જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન આપે છે. આ કાર્યક્રમમાં કારકિર્દી વાર્તાલાપ અને અભિયોગ્યતા કસોટી કરવામાં આવે છે.
વર્તમાન સ્થિતી
હાલ સમય સુધી અંદાજિત ૮૫૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવેલ છે.દરેક વર્ષે ધોરણ ૯ થી ૧૨ ના અંદાજિત ૪૫ થી ૫૦ હજાર વિદ્યાર્થીઓને આ માર્ગદર્શનનો લાભ મળે છે.
વિગત વાર...

સાયન્સ ઓન વ્હિલ્સ અને ગણિત મેળો
આ પ્રોજેકટનો પ્રાથમિક ઉદ્દેશ ગ્રામીણ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ગણિતમાં રુચિ કેળવવાનો છે, જેથી તેઓ વિજ્ઞાનને લગતી કારકિર્દી પસંદ કરી શકે અને ભવિષ્યમાં પોતાના માટે રોજગારીની ઉજ્જવળ તકોનું નિર્માણ કરી શકે.
વર્તમાન સ્થિતી
અત્યાર સુધી અંદાજિત ૨૩૪ શાળાના ૫૫,૦૦૦ કરતા વધુવિદ્યાર્થીઓએ આ પ્રોજેક્ટનો લાભ લીધો છે.
વિગત વાર...


સ્ટેપ અપ
સ્ટેપ અપ એ બહુ વર્ગ - બહુ ક્ષમતા મુજબની એક નવીનત્તમ શિક્ષણ પદ્ઘતિ છે, જેમાં શાળાના અભ્યાસક્રમને અલગ અલગ વિભાગોમાં વહેંચવામાં આવે છે અને દરેકની અલગ અલગ પદ્ઘતિ દ્બારા વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે.
વર્તમાન સ્થિતી
મા ફાઉન્ડેશને વલસાડ જિલ્લાની ૬ શાળાઓમાં ૧ અને ૨ ના વિધાર્થીઓને ભણાવવા માટે આ પદ્ઘતિનો અમલ કરેલ છે.
ફોટો ગેલેરી


વિગત વાર...


જ્ઞાન
પ્રોજેક્ટ જ્ઞાન, શિક્ષકોને સમારંભ દ્વારા પ્ર્રોત્સાહિત કરવા, સન્માનિત કરવા, તેઓની અધ્યાપન ક્ષમતામાં સુધારો લાવવા અને તેમના જ્ઞાનને વધારવા અને વિવિધ તાલીમ કાર્યક્રમો કરવામાં આવે છે
વર્તમાન સ્થિતી
૧૬૫૦ જેટલા શિક્ષકોને નવીનતમ પદ્ઘતિથી શૈક્ષણિક તાલીમ આપવામાં આવી. ૨૪૧ જેટલા શિક્ષકોને તેમની કાર્ય-પદ્વતિ માટે સન્માનવામાં આવ્યા. દર અઠવાડિયે અંદાજે ૪૨,૫૦૦ સમાચાર પત્ર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની વિદ્યાર્થી આવૃતિની નકલો વલસાડ જીલ્લાની શાળાના વિદ્યાર્થીઓને પહોચાડવામાં આવી..
ફોટો ગેલેરી


વિગત વાર...

પરવરિશ
પ્રોજેકટ પરવરિશ વિદ્યાર્થીઓને ૫ થી ૭ દિવસના વ્યકિતત્ત્વ વિકાસના કેમ્પમાં બાળકમાં જરૂરી સામાજિક કૌશલ્ય રેડીને અને તેઓની અંદર રહેલા કૌશલ્યને જાણીને તેમનામાં નેતૃત્ત્વકળા, શિષ્ટાચાર અને સામાજીક રીતભાત, વાતચીત અને વ્યવહારની કળા, સમયનું પાલન, SWOT, ભારતની હાલની અર્થવ્યવસ્થા અને તેનું ભવિષ્ય જેવી જીવન જરૂરી કળા અને કૌશલ્યોથી શીખવે છે.
વર્તમાન સ્થિતી
અત્યાર સુધીમાં ૪૭૫૦ કરતાં વધારે વિદ્યાર્થીઓએ વ્યક્તિત્ત્વ વિકાસની શિબિરમાં ભાગ લીધો છે.
ફોટો ગેલેરી


વિગત વાર...

ઉડાન
પ્રોજેક્ટ ઉડાન એ ‘શિક્ષણ દ્વારા સમૃદ્ધી’ નો સંદેશો ઘર સુધી પહોચાડવામાં મદદ કરે છે. બાળકો આર્થિક સહાય મેળવે છે. બોર્ડીંગ શાળાઓમાં અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવે છે. તેઓના વ્યકિત્વ નિખારવા માટે સોફ્ટ સ્કીલની તાલીમ અપાય છે. અને તેમના માટે કારકિર્દી જાગૃતિના અભયસક્રમો યોજવામાં આવે છે.

વર્તમાન સ્થિતી
૧૦૦૦ કરતા વધતે લાયકો અને જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક ઉન્નતી માટે દત્તક લેવામાં આવ્યા છે.

ફોટો ગેલેરી


વિગત વાર...

વિકાસ
પ્રોજેક્ટ વિકાસનું લક્ષ્ય ગામડાના સ્નાતકોને જરૂરી કૌશલ્યો અને ગુણવત્તાસભર જ્ઞાનથી સજ્જ કરવાનું અને યોગ્ય કારકિર્દી માર્ગદર્શન પૂરું પડવાનું છે.
વર્તમાન સ્થિતી
૮૦૦ જેટલા ગ્રામીણ સ્નાતકોને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો માટે વ્યવસ્થિત તાલીમ આપી તૈયાર કરવામાં આવ્યા છે. તેમાંથી ૧૬૦ કરતા વધારે વિદ્યાર્થીઓ આવા અભ્યાસક્રમમાં દાખલ થવા સક્ષમ થયા છે.
ફોટો ગેલેરી


વિગત વાર...

ઉન્નતિ
આ પ્રોજેકટનો ધ્યેય આદિવાસી યુવક-યુવતિઓના કૌશ૯યોનો વિકાસ, તેમની શૈક્ષણિક લાયકાત, આર્થિક ફેરફારોની દિશા અને રોજગારીની ભવિષ્યની જરૂરીયાતોને લક્ષીને કરવાનો છે.
વર્તમાન સ્થિતી
અંદાજીત ૨૪૭ જેટલાં ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓનો કમ્પ્યુટર હાર્ડ્રવેર અને સોફટ્‌વેરની તાલીમ આપવામાં આવેલ છે, તથા ૪૦ જેટલાં રોજગારી વિહીન ગ્રામીણ યુવકોને હાઉસકિપીંગ અને હોસ્પિટાલીટીની તાલીમ આપીને રોજગારી અપાવેલ છે.
વિગત વાર...

સમર્થન
સમર્થન એ શિક્ષણની દરેક દિશાની માહિતી ધરાવતું શૈક્ષણિક પોર્ટલ છે.તે એક માત્ર એવી વેબસાઇટ છે કે જે વિદ્યાર્થી, શિક્ષકો અને આખા શૈક્ષણિક સમૂહને નિઃશુલ્ક માહિતી પૂરી પાડે છે.
વર્તમાન સ્થિતી
મા ફાઉન્ડેશન દ્વારા આ શૈક્ષણિક પોર્ટલ જાન્યુઆરી ૧૫,૨૦૦૮ માં શરૂ કરવામાં આવ્યું છે.
વિગત વાર...

સામાજિક યોજનાઓ
ઉપરના પ્રોજેક્ટ્સ સિવાય મા ફાઉન્ડેશન સમાજ કલ્યાણના વિવિધ સામાજિક પ્રોજેક્ટમાં સંકળાયેલ છે.
વિગત વાર...

પ્રોજેક્ટોની પ્રતિકૃતિ

મા ફાઉન્ડેશન દ્વારા ઉપર દર્શાવેલ પ્રોજેક્ટો થકી વલસાડ જિલ્લામાં દાર્શનિક બદલાવ લાવવામાં આવ્યો છે અને આશા છે કે અન્ય જિલ્લાઓમાં પણ આ જ રીતે આ પ્રોજેક્ટોનું અનુસરણ કરવામાં આવે. જો ૬૭૧ વ્યક્તિગત શ્રીમંતો/કોર્પોરેટો એમના રસના વિસ્તારમાં અમારા પ્રોજેક્ટોનું અનુસરણ કરવામાં આવે તો દેશના દરેક વિદ્યાર્થીઓેને ગુણવત્તાસભર શિક્ષણ મળી શકશે. વ્યક્તિગત શ્રીમંતો / કોર્પોરેટોને માં ફાઉન્ડેશનના પ્રોજેક્ટોનું વ્યવહારિક જ્ઞાન, કર્મચારીઓની તાલિમ તથા પ્રોજેક્ટ અનુસરણમાં પુરતી મદદ કરવામાં ખુશી થશે.
હાલમાં જે કોર્પોરેટો / એન.જી.ઓ. દ્વારા મા ફાઉન્ડેશનના પ્રોજેક્ટોનું અનુસરણ કરવામાં આવ્યું છે તે નીચે મુજબ છે –

૧. ઈ-ઇન્ફોચીપ્સ, અમદાવાદ – ડો. કે.આર. શ્રોફ ફાઉન્ડેશન, વડાલી

૨. અદાણી ગ્રુપ – અદાણી ફાઉન્ડેશન, મુંદ્રા, તીરોડા, કવઇ, હજીરા

૩. શ્રી રામક્રૃષ્ણ મિશન – શિલોંગ, મેઘાલય

૪. એચ.એમ.પી. ફાઉન્ડેશન – અંકલેશ્વર

૫. કુચામણ સેવા સમિતિ – કુચામણ, રાજસ્થાન


   ૬. ઇન્ડિયન બ્રોઇલર્સ – છત્તિસગઢ
     ૭. પ્રોગ્રેસિવ એજ્યુકેશન ટ્રસ્ટ – સુરત અને ભરૂચ
     ૮. એચ.બી.કાપડીયા હાઇસ્કુલ – અમદાવાદ
     ૯. યુનિક યુ ઇન્ટરનેશનલ હાઇસ્કુલ – ઇડર

હાલમાં થોડા કોર્પોરેટો / એન.જી.ઓ. દ્વારા મા ફાઉન્ડેશનનની મુલાકાત લેવામાં આવી છે જેઓ અમારા પ્રોજેક્ટોનું અનુસરણ કરવામાં રસ દાખવ્યો છે; જેમાં છે ડી-માર્ટ - મુંબઇ, અપરાજીથા ફાઉન્ડેશન - ચેન્નાઇ, જી.આઇ.પી.સી.એલ- વડોદરા વગેરે છે.