પ્રોજેક્ટ માહિતી ડાઉનલોડ કરો અંગ્રેજી અનુવાદ
મૂખ પૃષ્ઠ અમારા વિશે પ્રોજેક્ટ્સ અમારા પોર્ટલ વિશે અમારા કાર્યક્ર્મો સમ્પર્ક

પ્રોજેક્ટ પરવરિશ
 

ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં વિદ્યાર્થીઓને પ્રાપ્ત થતા વિવિધ પ્રકારના શૈક્ષણિક અને વ્યવસાયલક્ષી કોર્સ વિશે નહિવત જાગૃતિ હોય છે. વધુમાં તેઓ તેમની અભિરૂચિ વિશે પણ વાકેફ હોતા નથી; તેથી તેઓ યોગ્ય કારકિર્દી નિર્ણયો લેવા માટે સક્ષમ હોતા નથી. પરવરિશ એ એવો કાર્યક્રમ છે કે જે 8 થી 12 ધોરણના વિદ્યાર્થીઓને કારકિર્દી મેળાઓ અને અભિરૂચિ કસોટી દ્વારા કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડે છે. તેઓને વિવિધ વિભાગમાં તેઓની રૂચી અને અભિરૂચિ પ્રત્યે અને સ્થાનિક ટેક્નોલોજી કે જે લોકો દ્વારા પુરી પડાઈ છે તેના ઉપયોગથી યોજાતી અભિરૂચિ કસોટી દ્વારા જાગૃત કરવા. આ તેઓને તેમના માટે યોગ્ય કારકિર્દી પસંદ કરવામાં મદદરૂપ બને છે.

આ કસોટી નીચેના કાર્યક્ષેત્રમાં બાળકોની અભિરૂચિની ચકાસણી કરે છે.

  • કારકુનીને લગતું
  • યાંત્રિક
  • સંખ્યાને લગતું
  • વિચાર શક્તિ
  • અવકાશને લગતું
  • શાબ્દિક

તેઓના વ્યક્તિત્વનો પ્રકાર એટલે કે બહિર્મુખી કે અંતર્મુખી તે નક્કી કરાય છે અને તેમના રસનું કાર્યક્ષેત્ર શોધાય છે. ઉપરના આધારે 3 માપદંડ વડે એક બાળક માટે યોગ્ય કારકિર્દી, (મહત્તમ 3 કારકિર્દીની સુધી) સૂચવાય છે. કારકિર્દીની વાતચીત પણ ગોઠવાય છે જેથી કરીને બાળકોને શિક્ષણનું મહત્વ અને તેઓને યોગ્ય કારકિર્દીની પસંદગી મહત્વ સમજાય.

કારકિર્દીના પોસ્ટરોની મદદથી કારકિર્દી મેળાઓ યોજાય છે. આ મેળાઓ દ્વારા બાળકો શિક્ષણના વિવિધ પ્રવાહોમાંથી પ્રાપ્ય વિવિધ કારકિર્દી અને વિષયો કે જે તેમની પસંદની કારકિર્દી આગળ વધારવા માટે પસંદ કરવી જરૂરી છે તે વીશે જાણે છે. બાળકોને ઔદ્યોગિક અને શૈક્ષણિક પ્રવાસ પર લઈ જવામાં આવે છે. જેથી તેમને વાસ્તવિક વિશ્વની ઝાંખી થાય અને પાઠ્યપુસ્તક સિવાયના તેમના જ્ઞાનમાં વધારો થાય.

વ્યક્તિત્વ વિકાસની શિબિરો બાળકોને વિકસાવવા અને તેઓમાં નેતૃત્વના ગુણો, વક્તૃત્વ, જૂથ કાર્ય, સામાજિક મૂલ્યો, સર્જનાત્મક્તા વગેરે જેવા જરૂરી સામાજિક કૌશલ્ય વડે સજ્જ કરવા ગોઠવાય છે. જેથી તેઓ આજના આ સ્પર્ધાતમક યુગમાં માત્ર ટકે જ નહીં પણ સફળ પણ બને.

 
જૂન ૨૦૧૨ પ્રમાણેની સ્થિતિ

વલસાડ જિલ્લાની ૨૨૦ શાળાઓમાં ૧૪ પ્રોગ્રામ ઓફિસર્સ અને ૨૨૦ એજ્યુકેશન ઓફિસર્સને તાલીમ આપી કામે લગાવી નીચે આપેલ કાર્યોમાં સફળતા મેળવી. .

  • માં ફાઉન્ડેશન દ્વારા આયોજિત વ્યક્તિત્વ વિકાસ કેમ્પમાં ૪૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે.
  • શૈક્ષણિક અને ઔદ્યોગિક પ્રવાસમાં ૨૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે.