પ્રોજેક્ટ માહિતી ડાઉનલોડ કરો અંગ્રેજી અનુવાદ
મૂખ પૃષ્ઠ અમારા વિશે પ્રોજેક્ટ્સ અમારા પોર્ટલ વિશે અમારા કાર્યક્ર્મો સમ્પર્ક

કેન
 

કેનનો અર્થ થાય છે જ્ઞાનનો વિસ્તાર. પ્રોજેક્ટ કેનનું લક્ષ્ય વલસાડ જિલ્લાના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારમાં ગુણવત્તાવાળું શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનું અને ગામડાઓમાં શિક્ષણના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાનું છે.

ભારતે આર્થિક મહાસત્તા બનવા તરફ પોતાની સફર શરૂ કરી છે. આમ છતાં તેના વિકાસના લાભો અને તેના વિકાસમાં ફાળો શહેરી વિસ્તાર પૂરતો મર્યાદિત છે. ગ્રામ્ય ભારત આ ક્રાંતિનો ભાગ કેવી રીતે બની શકે ? આનો ઉત્તર એક સમાન ગુણવત્તાવાળું શિક્ષણ છે કે જે પ્રત્યેકને પ્રાપ્ય થવું જોઈએ; જેનાથી ગામડાઓમાં જાગૃતિ અને જ્ઞાનનો ફેલાવો થશે. મા- ફાઉન્ડેશન સ્થાનિક પ્રતિભાની મદદથી વલસાડ જિલ્લામાં આ શૈક્ષણિક સુધારો લાવ્યું છે.

એવું જોવામાં આવ્યું છે કે ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘણું છે. તેનું કારણ ગુણવત્તા વિનાનું શિક્ષણ અને વિદ્યાર્થીઓનો નબળો પાયો છે. આ સમસ્યાની સમજ માટે મા ફાઉન્ડેશને પ્રારંભિક ધોરણે 350 શાળાઓમાના ધોરણ 3 થી 7 ના વિદ્યાર્થીઓની 100% કસોટી કરી લઘુત્તમ ધોરણે કરી. જેમાં 35% વિદ્યાર્થીઓ નબળા પ્રાપ્ત થયા. તે નબળા વિદ્યાર્થીઓને અલગ પાડીને જ્ઞાન સાથે ગમ્મત પદ્ધતિ દ્વારા ન્યૂનત્તમ સ્તરનું શિક્ષણ અપાયું. 3 મહિના બાદ તેઓની ફરીથી કસોટી કરવામાં આવી તેમાંથી 88%થી પણ વધું વિદ્યાર્થીઓએ ન્યૂનત્તમ સ્તરની કસોટી પાસ કરવા સક્ષમ બન્યા. વલસાડની બધી શાળાઓમાં આ પ્રોજેક્ટનો લાભ આપવા મા ફાઉન્ડેશને તે વિસ્તારના સ્થાનિક યુવાનોને આ પ્રોજેક્ટમાં કામે લગાડ્યા.

ભણેલા અને બેકાર ગ્રામ્ય યુવાનોને આ ઉદ્દેશ માટે મા ફાઉન્ડેશન દ્વારા પસંદ કરીને તાલીમ આપીને સમર્થ બનાવવામાં આવે છે. અંગ્રેજીભાષા અને IT થી લઈને વ્યક્તિત્વ વિકાસ, સંચાલન કૌશલ્ય અને સોફ્ટ સ્કિલ જેવા તમામ વિષયોનું કેંદ્રિત શિક્ષણ આ ગ્રામ્ય યુવાનોને શિક્ષણ સહાયકમાં પરિવર્તિત કરવામાં મદદ કરે છે. દરેક શૈક્ષણિક સહાયકને તાલીમ પહેલાંની અને તાલીમ પછીની કસોટી દ્વારા કાળજીપૂર્વક પસંદ કરવામાં આવે છે. તેઓના કૌશલ્ય, જ્ઞાન અને શિક્ષણ પ્રત્યેની અભિરૂચિની તેમને નોકરી આપતા પહેલા ધ્યાનપૂર્વક આકારણી કરવામાં આવે છે.પછી તેઓને વલસાડ જિલ્લાની ગ્રામ્ય શાળાઓમાં એજ્યુકેશન ઓફિસર તરીકે વિકસિત કરાય છે. મા ફાઉન્ડેશનની પ્રાદેશિક ઑફિસમાં તેઓને દર અઠવાડીયે અને વેકેશનમાં જ્ઞાનવર્ધક તાલીમ આપવામાં આવે છે. આ શિક્ષણ સહાયકો જે તે શાળામાં અપાતા શિક્ષણની ગુણવત્તા સુધારણામાં ઉદ્દીપકની જેમ કાર્ય કરે છે અને દરેક શાળાને આદર્શ શાળામાં રૂપાંતરિત કરવા પ્રયત્ન કરે છે.

દરેક શાળામાં એજ્યુકેશન ઓફિસર્સ નીચેના કાર્યોનો અમલ કરે છે.

 • ‘જ્ઞાન સાથે ગમ્મત’ પદ્ધતિનો ઉપયોગ કરીને નબળા વિદ્યાર્થીઓને લઘુત્તમ અધ્યયન સ્તર સુધી પહોંચાડવા.
 • અંગ્રેજી ભાષાનું જ્ઞાન – સંભાષણ અને લેખન.
 • કોમ્પ્યૂટરનું મૂળભૂત જ્ઞાન.
 • અધ્યયન-અધ્યાપન પ્રક્રિયાને અસરકારક બનાવવા શિક્ષકોને તાલીમ.
 • વિદ્યાર્થીઓ,વાલીઓ અને સમગ્ર શૈક્ષણિક વર્ગની દૂરદ્ગષ્ટિ વધારવી.
 • શાળામાં વાર્ષિકદિન યોજવો.
 • તેજસ્વી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને પ્રોત્સાહિત કરવા તેમને સન્માનવા.
 • વિજ્ઞાન, ગણિત અને રમતના સાજસરંજામનો ઉપયોગ કરવો.
 • માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે અભિરૂચિની પરીક્ષા અને કારકિર્દી માર્ગદર્શન જેથી કરીને તેઓ કારકિર્દીના વિવિધ વિકલ્પો વિશે જાગૃત બને અને પૂરી માહિતી સાથે કારકિર્દીનો નિર્ણય પોતાની જાતે લઈ શકે
 • વિદ્યાર્થીઓમાં જરૂરી સોફ્ટ સ્કીલ વિકસિત કરવા વેકેશન દરમિયાન વ્યક્તિત્વ વિકાસની શિબિરો.
 
જૂન ૨૦૧૨ પ્રમાણેની સ્થિતિ

વલસાડ જિલ્લાની ૨૨૦ શાળાઓમાં ૧૪ પ્રોગ્રામ ઓફિસર્સ અને ૨૨૦ એજ્યુકેશન ઓફિસર્સને તાલીમ આપી કામે લગાવી નીચે આપેલ કાર્યોમાં સફળતા મેળવી. .

 • ૧૮૨૦ નબળા વિદ્યાર્થીઓને મિનિમમ લેવલનું શિક્ષણ આપવામાં આવ્યું.
 • ધોરણ ૨ ના ૨૭૭૮ વિદ્યાર્થીઓને વાંચવા લખવાનું કૌશલ્ય વિકસાવવા માટે તાલીમ આપવામાં આવી છે.
 • ધોરણ ૩ ના ૬૧૭૪ વિદ્યાર્થીઓને એડવાન્સ મેથ્સ (આધુનિક ગણિત) ની તાલીમ આપવામાં આવી છે.
 • ૫૯૫૮ વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાની તાલીમ આપવામાં આવી છે.
 • ૨૨૦ શાળાના ૨૪૩૨૭ વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરનું પાયાનું શિક્ષણ આપવામાં આવ્યું છે.
 • દર શનિવારે સ્વાસ્થને લગતું શિક્ષણ આપવામાં આવે છે.
 • દરેક શાળાઓમાં પહેલાથી નક્કી કરેલ ઈત્તર પ્રવૃત્તિઓ કરવવામાં આવી.
 • દર વર્ષે પહેલા ધોરણના આશરે ૨૨,૦૦૦ બાળકોને સ્ટેશનરી સાથે સ્કૂલબેગ આપવામાં આવે છે.