પ્રોજેક્ટ માહિતી ડાઉનલોડ કરો અંગ્રેજી અનુવાદ
મૂખ પૃષ્ઠ અમારા વિશે પ્રોજેક્ટ્સ અમારા પોર્ટલ વિશે અમારા કાર્યક્ર્મો સમ્પર્ક

જ્ઞાન
 

અધ્યાપન જેવો અધિક આદરપૂર્ણ કોઈ વ્યવસાય નથી. શિક્ષકો આખી શૈક્ષણિક પદ્ધતિની કરોડરજ્જુ છે. વિદ્યાર્થીઓની કાર્યસિદ્ધિ એ શીખવવાની ગુણવત્તા સાથે બહુ નજીકથી જોડાયેલ છે. આમ છતાં, શિક્ષકોને પ્રોત્સાહિત કરવા માટે અને તેઓને તેમની યોગ્ય ઓળખ અને વળતર આપવા માટે હાલ બહુ ઓછું કાર્ય થયું છે. પ્રોજેક્ટ જ્ઞાન શિક્ષકોને સન્માન સમારંભ દ્વારા પ્રોત્સાહિત કરવા અને સન્માનિત કરવા અને તેઓની અધ્યાપન ક્ષમતામાં સુધારો લાવવા અને તેમના જ્ઞાનને વધારવા વિવિધ તાલીમ કાર્યક્રમો દ્વારા તેમને પ્રગટ કરવા ઘડવામાં આવ્યો છે.

શિક્ષકને અભિનંદન આપવાનાં કાર્યક્રમો દર વર્ષે યોજાય છે જેમાં શિક્ષણમાં નાવીન્ય પૂર્ણ પદ્ધતિ અને / અથવા ટેક્નોલૉજીનો અધ્યયન-અધ્યાપનની અસરકારકતામાં વધારો થાય તેવી રીતે ઉપયોગ કરનાર શિક્ષકોને રોકડ રકમ અને બીજા એવૉર્ડ દ્વારા અભિનંદિત કરવામાં આવે છે. હરીફાઈ યોજવામાં આવે છે કે જેમાં શિક્ષકો પાઠ આયોજન કરે અને જે શિક્ષકનું પાઠ આયોજન શ્રેષ્ઠ હોય તેને અધ્યાપનમાં તેમની નાવિન્યપૂર્ણ પદ્ધતિ માટે પુરસ્કૃત કરવામાં આવે છે. આ પાઠ આયોજનને બીજા શિક્ષકોમાં વહેંચવામાં આવે છે. જેથી બીજા શિક્ષકો તેને અનુસરીને તેઓના અધ્યાપન કૌશલ્યને સુધારી શકે.

આજના વૈશ્વિકરણના યુગમાં અભ્યાસક્રમ આધારિત જ્ઞાન એ પુરતુ નથી. આથી પાઠ્ય પુસ્તકમાં આપેલ જ્ઞાન કરતા તેઓના જ્ઞાનમાં વધારો કરવા, જ્ઞાન કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં સમાચારપત્રો વહેંચે છે. આ તેઓમાં વાંચનની કિંમતી ટેવ વિકસાવવામાં મદદ કરે છે. દરેક વર્ષે સ્ક્રેપબુક હરીફાઈ યોજાય છે જેમાં વિદ્યાર્થીઓ વિવિધ વિષયો પરના છાપાના લખાણોના ટુકડાઓથી બનાવેલી સ્ક્રેપબુક જમા કરાવે છે. આ પ્રવૃતિ તેઓની વાંચનની ટેવને દૃઢ કરે છે અને તેઓના સામાન્ય જ્ઞાનમાં વધારો કરે છે.

 
જૂન ૨૦૧૨ પ્રમાણેની સ્થિતિ

જૂન ૨૦૧૨ પ્રમાણે, ૧૪૦૦ શાળાઓના શિક્ષકોને વ્યાવસાયિક તાલીમ આપવામાં આવી છે અને ૨૪૧ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા છે. માં ફાઉન્ડેશન દ્વારા દર અઠવાડિયે ૩૫,૬૦૦ થી પણ વધુ સમાચારપત્રની નકલ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.