પ્રોજેક્ટ માહિતી ડાઉનલોડ કરો અંગ્રેજી અનુવાદ
મૂખ પૃષ્ઠ અમારા વિશે પ્રોજેક્ટ્સ અમારા પોર્ટલ વિશે અમારા કાર્યક્ર્મો સમ્પર્ક

વિકાસ
 

આજના મોટાભાગના સ્નાતકો જરૂરી સોફટ સ્કિલ, અંગ્રેજી અને IT ના જ્ઞાનની ખામીને લીધે સીધા નોકરી મેળવવાને યોગ્ય હોતા નથી. પ્રોજેક્ટ વિકાસનું લક્ષ્ય ‘રોલ મોડેલ કોલેજ’ દ્વારા ગામડાના સ્નાતકોને જરૂરી કૌશલ્ય, ગુણવત્તાવાળું જ્ઞાન અને યોગ્ય કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડવાનું છે કે જે હાલમાં ફક્ત શહેરમાં જ પ્રાપ્ય છે.

આ કારણોને લીધે મા ફાઉન્ડેશને એક ગ્રામ્ય B.A. કોલેજને દત્તક લીધી અને તે કોલેજના વિદ્યાર્થીઓની રોજગાર યોગ્યતા વધારવા તેઓને જરૂરી કૌશલ્યોથી સજ્જ કરે છે. તેઓના 3 વર્ષના સ્નાતક કોર્સ દરમ્યાન આ કોલેજના વિદ્યાર્થીઓને વ્યક્તિત્વ વિકાસ કેમ્પ દ્વારા અપાતી બીજી સોફ્ટ સ્કિલ ટ્રેનીંગની સાથે સાથે અતિ ઉપયોગી અંગ્રેજી ભાષા અને ITની ટ્રેનીંગ પણ અપાય છે. તેઓને ટેલિફોન અને કોર્પોરેટ શિષ્ટાચારનું પણ જ્ઞાન આપવામાં આવે છે. આ બધુ તેઓના સંપૂર્ણ વ્યક્તિત્વ અને આત્મવિકાસ વધારવામાં મદદરૂપ બને છે અને રોજગાર યોગ્યતા માટે જરૂરી કૌશલ્યો પૂરી પાડે છે. વિદ્યાર્થીઓના સામાન્ય જ્ઞાનમાં વધારો કરવા પ્રશ્ન સ્પર્ધાઓ, વકૃત્વ સ્પર્ધાઓ વગેરે કોલેજમાં યોજાય છે. કારકિર્દી માર્ગદર્શન સગવડતા પૂરી પાડવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓ તેઓના રસ અને રૂચી પ્રમાણે વ્યવસાયી કે રોજગારલક્ષી અભ્યાસ નક્કી કરી શકે.

તે ભાગના ડ્રોપ આઉટ્સને પણ આ તાલિમમા સમાવી લેવાયા છે તેઓ માટે IT હાર્ડવેર અને સોફ્ટવેર અભ્યાસક્રમો ઓછી કિંમતે કોલેજમાં યોજાય છે જેથી તેઓને રોજગાર માટેની સારી તકો મળી શકે. જે વિદ્યાર્થીઓને રોજગારલક્ષી અભ્યાસક્રમમાં રસ હોય તેઓને માર્ગદર્શન અને શિષ્યવૃતિઓ પૂરી પાડવામાં આવે છે.

 
જૂન ૨૦૧૨ પ્રમાણેની સ્થિતિ

પ્રોજેકટ વિકાસ દ્વારા ૭૬૨ જેટલા સ્નાતકોને જરૂરી કૌશલ્યો અને જ્ઞાનથી સજ્જ કરવામાં આવ્યા છે. છેલ્લા વર્ષના ૧૬૩ વિદ્યાર્થીઓએ હાલમાં વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં પ્રવેશ લીધો છે. ૨૪૭ વિદ્યાર્થીઓ રોજગાર લક્ષી અભ્યાસક્રમમાં જોડાયેલ છે.