પ્રોજેક્ટ માહિતી ડાઉનલોડ કરો અંગ્રેજી અનુવાદ
મૂખ પૃષ્ઠ અમારા વિશે પ્રોજેક્ટ્સ અમારા પોર્ટલ વિશે અમારા કાર્યક્ર્મો સમ્પર્ક


અમાર વિશે

નૂરબાઇમા


દિર્ઘદ્રષ્ટા આર્ષદ્રષ્ટા સ્વપ્નદ્રષ્ટા

અમારા અસ્તિત્વનું મૂળ

Noorbaimaa - The Visionary

બિલખિયાના દાદીમા

મા ફાઉન્ડેશન શા માટે?
 • આજે ભારતની પ્રગતિ તેની ઉચ્ચતાએ છે પરંતુ આ આર્થિક વિકાસના લાભો શહેરી વિસ્તારના લોકો પૂરતા મર્યાદિત રહે છે
 • આર્થિક વિકાસનો લાભો અને અસરો ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચતી નથી
 • ભારતના સેવા વિભાગના વિકાસને કારણે કુશળ અને શિક્ષિત કર્મચારીઓની અસાધારણ જરૂરિયાત ઊભી થઈ છે અને આ જરૂરિયાત સતત વધતી જાય છે
 • જો આ જરૂરિયાત મુજબના કુશળ અને શિક્ષિત કર્મચારીઓ માત્ર મળી જાય તો ભારત ખરેખર આર્થિક મહાસત્તાની જેમ ઊભરી આવવા સમર્થ બને
 • જ વિકાસના લાભો ગ્રામ્ય વિસ્તાર સુધી તોજ વિસ્તરે જ્યારે દેશના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં ગુણવત્તાવાળું શિક્ષણ પહોંચે
 • ભારતીય શિક્ષણ પદ્ધતિ આજે ઘણા બધા મુદ્દાઓનો સામનો કરી રહી છે જેમ કે શાળાઓમાં ભૌતિક સગવડોનો અભાવ, ગોખણપટ્ટી, સક્ષમ અને સમર્પિત શિક્ષકોનો અભાવ, ડ્રોપઆઉટનું ઉચ્ચ પ્રમાણ, અધ્યાપનમાં ટેક્નોલૉજીનો મર્યાદિત ઉપયોગ, વિદ્યાર્થી અને શિક્ષકનો ઉંચો ગુણોત્તર વગેરે
 • આ પ્રશ્નોનું મહત્વ જોતા એકલી સરકાર તરફથી થતા પ્રયત્નો પૂરતા નથી. દેશના ભણેલા નાગરિકો તેઓનો સમય અને પૈસા ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે અર્પણ કરે તે ઘણું જરૂરી છ

મા ફાઉન્ડેશન એ સમાજમાં શૈક્ષણિક સુધારો લાવવા માટે સરકાર સાથે હાથ મિલાવીને કામ કરવા માટેનો બિલખીઆ ગ્રૂપનો પ્રયાસ છ

મા ફાઉન્ડેશન વિશેઃ

મા એટલે માતા – મા ફાઉન્ડેશન એ સમાજમાં શૈક્ષણિક સુધારો લાવવા માટે બિલખીઆ કુટુંબના દાન પર સંપૂર્ણપણે આધારિત ધર્માદા સંસ્થા છે.

 • મા ફાઉન્ડેશનનાં બીજ 1907 પહેલા નૂરબાઈમા દ્વારા રોપાયા, જેઓ સુવર્ણચંદ્રક વિજેતા હતાં અને બિલખીઆ ભાઈઓનાં દાદીમા થાય. જેમણે તેઓને શિક્ષણનું મહત્વ શિખવાડ્યુ
 • નૂરબાઈમા કે જેઓને શિક્ષણનું મહત્વ સમજાયું હતું તેઓએ પોતાનાં બાળકોને ઉચ્ચ અભ્યાસની સવલતો મળે તે માટે તેમનું ગામ સુદ્ધાં બદલ્યું હતું.
 • તેમણે તેમની ભવિષ્યની પેઢીને શિક્ષણનું આ મહત્વ વારસામાં આપ્યું. જેણે બિલખીઆ કુટુંબના વિકાસ અને સફળતામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો.
 • મા ફાઉન્ડેશનનું નિર્માણ ‘શિક્ષણ દ્વારા વિકાસ અને સમૃદ્ધિ’ના આ સિદ્ધાંત પર જ થયેલું છે.
 • મા ફાઉન્ડેશનનું ધ્યેય વલસાડ જિલ્લાને શિક્ષણના ક્ષેત્રમાં રોલ મોડલ બનાવવાનો છે.
 • તેનો પ્રયત્નોના લાભ ભારતના બધા રાજ્યો અને જિલ્લાઓને પ્રાપ્ત થાય. તે પ્રોજેક્ટ બનાવે છે તે માપી શકાય તેવા, ટકાઉ અને પ્રતિકૃતિ બની શકે તેવા હોય છે જેથી બીજા સમર્પિત લોકો / નિગમો તેઓના આસપાસના પ્રદેશો / રસના વિસ્તારમાં તેને દોહરાવી શકે.
અમારું ધ્યેયઃ

શિક્ષણના ક્ષેત્રમાં વલસાડ જિલ્લાને રોલ મોડેલ બનાવવાનું.

અમારું લક્ષ્યઃ

પ્રોજેક્ટ વિકાસ માપી શકાય તેવા, ટકાઉ અને પ્રતિકૃતિ બની શકે તેવા હોય છે જેથી ભારતના મોટા ભાગના ગામડાઓમાં ગુણવત્તાવાળું શિક્ષણ પહોંચી શકે અને ગ્રામ્ય અને શહેરી શિક્ષણ વચ્ચે સેતુ બની શકે .

મા ફાઉન્ડેશન – અમે કેવી રીતે અલગ છીએ?

મા ફાઉન્ડેશન એ NGO અને કોર્પોરેટ વિશ્વનું મિશ્રણ છે. વ્યાવસાયિકતા એ અમારું સુત્ર છે.

 • સંપૂર્ણપણે બિલખીઆ ગ્રૂપ દ્વારા દાન અપાય છે.
 • મા ફાઉન્ડેશનની ટીમમાં સામાજિક, ઔદ્યોગિક અને ધંધાદારી પાશ્વભૂ ધરાવતા યુવાનોનું સારુ સંગઠન છે. જેઓ Ph.D., B.E., MBA, MSE, B.Ed. જેવી ડીગ્રીઓ ધરાવે છે.
 • ઓછા ખર્ચે ચલાવવામાં આવે છે જેથી મહત્તમ લાભ લઈ શકાય.
 • સાવ પાયાના સ્તરે સરકાર સાથે હાથમાં હાથ મિલાવીને કામ કરે છે.
 • કોઈ પણ નિગમ જેવી જ વ્યવસાયીક કાર્ય પદ્ધતિ છે.
 • એ એવું માને છે કે સામાજિક જવાબદારી રૂપિયામાં મપાય છે તેથી સમાજને તેની પાછળ ખર્ચાયેલ દરેક રૂપિયાનો મહત્તમ લાભ મળવો જોઈએ.
 • તેના પ્રોજેક્ટના આયોજન, અમલ અને નિરીક્ષણમાં ઉચ્ચકક્ષાની કાર્યક્ષમતા અને ઉતરદાયિત્વને જાળવવામાં આવે છે.
અમારા પ્રોજેક્ટ્સઃ

કેનઃ

આ પ્રોજેક્ટનું ધ્યેય વલસાડ જિલ્લાની દરેક શાળાને રોલ મોડેલ બનાવવાનું છે.

પરવરિશઃ

પ્રોજેક્ટ પરવરિશ જરૂરી સોફ્ટ સ્કિલ સાથે બાળકોને તાલીમ આપે છે અને તેમને કારકિર્દી માર્ગદર્શનની સગવડતા પૂરા પાડે છે.

વિદ્યાઃ

વિદ્યા પ્રોજેક્ટ વલસાડ અને ભાવનગર જિલ્લાના યોગ્યતાવાળા પરંતુ જરૂરીયાતવાળા વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપે છે.

જ્ઞાનઃ

શિક્ષકો માટે તાલીમ કાર્યક્રમો યોજીને અધ્યાપન ગુણવત્તા સુધારે છે અને તેમને પુરસ્કાર અને યોગ્ય સન્માન આપીને તેઓને ઉત્સાહિત કરે છે .

સાથઃ

પ્રોજેક્ટ સાથનું ધ્યેય શાળાઓની ભૌતિક સગવડો, શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરીને અને અધ્યયન - અધ્યાપન પ્રક્રિયામાં સર્જનાત્મક પદ્ધતિ અપનાવીને ‘રોલ મોડે શાળા’ બનાવવાનું છે.

ઉડાનઃ

પ્રોજેક્ટ ઉડાન આર્થિક રીતે નબળા વર્ગના પહેલી પેઢીના વિદ્યર્થીઓને ગુણવત્તાવાળું શિક્ષણ પૂરું પાડે છે.

વિકાસઃ

વિકાસનું ધ્યેય ગ્રામ્ય સ્નાતકોને જરૂરી કૌશલ્યો અને જ્ઞાનથી સશક્ત કરવાનું છે. જેથી તેઓની રોજગાર યોગ્યતાની તકોમાં વધારો થાય અને / અથવા ઉચ્ચ શિક્ષણ ચાલુ રાખવા માટે તેઓને મદદ મળે.

સમર્થનઃ

સમર્થન એ શિક્ષણના દરેક વિસ્તારની માહિતી સાથેની શૈક્ષણિક પોર્ટલ છે.

સામૂહિક યોજનાઓઃ

ઉપરના પ્રોજેક્ટ્સ સિવાય,મા ફાઉન્ડેશન એ સમાજના કલ્યાણ માટેના વિવિધ સામૂહિક યોજનાઓ સાથે જોડાયેલ છે.

ઉપરના પ્રોજેક્ટ વિશે વિગતવાર જાણવા મહેરબાની કરીને અમારા પોર્ટલના પ્રોજેકટ વિભાગની મુલાકાત લો.