પ્રોજેક્ટ માહિતી ડાઉનલોડ કરો અંગ્રેજી અનુવાદ
મૂખ પૃષ્ઠ અમારા વિશે પ્રોજેક્ટ્સ અમારા પોર્ટલ વિશે અમારા કાર્યક્ર્મો સમ્પર્ક

અમારા પોર્ટલ વિશે

હાલના તબક્કે, પુષ્કળ શૈક્ષણિક માહિતી વેબ પર મળે છે જે ભારતીય વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન અને સહાય પૂરી પાડે છે. આમ છતાં મોટાભાગની આ માહિતીઓ ફેલાયેલી અને ટૂકડાઓમાં વહેંચાયેલી હોય છે અને તે ઉપરાંત અમુક માહિતી અને સેવાઓ ફક્ત કિંમત ચૂકવતા જ મેળવી શકાય છે. આ કારણે મા ફાઉન્ડેશન વેબ પોર્ટલ વિકસાવવા પ્રયત્ન કરી રહ્યું છે કે જે સંપૂર્ણ શૈક્ષણિક સમુદાય- વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો વગેરેને તમામ કિંમતી માહિતી મફતમાં પૂરી પાડશે. આ પોર્ટલનો ઉદ્દેશ સમાજના દરેક વર્ગના લોકોની શૈક્ષણિક માહિતીની જરૂરિયાતને પૂરી પાડવાનો છે.

પોર્ટલના વિભાગો નીચે પ્રમાણે છે.


કેરીયર કાઉન્સેલીંગઃ

આ વિભાગમાં-

 • વિવિધ શાખાઓના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી વિવિધ કારકિર્દીની ઊંડાણપૂર્વકની માહિતી.
 • વિદ્યાર્થીઓને તેમની કાર્યક્ષમતા પ્રમાણે કારર્કીદીની પસંદગી કરવામાં મદદરૂપ બને તે માટે અભિરૂચિ કસોટી મફતમાં ઓનલાઈન પૂરી પાડવામાં આવે.
 • ભારતમાં આવેલી યુનીર્વસીટીઓ, કોલેજો અને અભ્યાસક્રમોને લગતી કિંમતી માહિતી પૂરી પાડવી.
 • વિદેશના અમુક દેશોમાં અભ્યાસ માટે પ્રવેશ પ્રક્રિયાની અગત્યની માહિતી પૂરી પાડવી.
 • રાષ્ટ્રીય મહત્વ ધરાવતી શ્રેષ્ઠ કોલેજો વિશે અને સંસ્થાઓની માહિતી પૂરી પાડવી.

મા ફાઉન્ડેશન એ સમાજમાં શૈક્ષણિક સુધારો લાવવા માટે સરકાર સાથે હાથ મિલાવીને કામ કરવા માટેનો બિલખીઆ ગ્રૂપનો પ્રયાસ છ


મૂલ્યાંકન પરીક્ષાઓ

આ વિભાગમાં વિદ્યાર્થીઓઃ

 • Mock CAT, GMAT, TOEFL, GRE અને AIEEE પરીક્ષાઓની માહિતી મેળવી શકે છે.
 • UPSC દ્વારા લેવાતી પરીક્ષાઓ દ્વારા સરકારી નોકરીઓની ભરતી વિશેની માહિતી મેળવી શકે છે.

ઓનલાઈન લર્નીંગ

આ વિભાગમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મદદરૂપ થાય છે.

 • અંગ્રેજી શીખવા અને/અથવા શીખવવા.
 • કોમ્પ્યૂટર શીખવા અને/અથવા શીખવવા.
 • કોમ્પ્યૂટર વિશ્વના અત્યાધુનિક ગેજેટ વિશે શીખવા.

શિક્ષકોનો વિભાગ

આ વિભાગ ખાસ કરીને શિક્ષકોને લગતો છે.

 • આમાં શિક્ષકોની મૂલ્યાંકન કસોટીઓ છે.
 • આમાં શિક્ષકોને ઉપયોગી વિવિધ વિષયો પરનું પ્રેઝન્ટેશન છે.

ગમ્મતનો વિભાગ

અહિં બાળકો તેમજ પુખ્તો માટે આનંદદાયક રમતો છે.


યુવાનોનો વિભાગઃ

આમાં બંને છે માહિતી અને મજા, આ વિભાગ બાળકો અને યુવાનોના વિષયોથી ભરેલો છે.

 • દરેકમાંથી શ્રેષ્ઠ 10 ને શોધો.
 • વ્યક્તિત્વ વિકાસને સંબંધિત જુદા જુદા વિષય પરના વિડિયો જુઓ.
 • વિજ્ઞાનની દુનિયામાં હલચલ મચાવનારી છેલ્લામાં છેલ્લી શોધ અને માહિતી વિશે અમારા સમાચાર વિભાગમાં જાણો.
 • ભારતમાં અને વિદેશમાં અભ્યાસ માટે જુદી જુદી બેંક અને સંસ્થાઓ દ્વારા અપાતી શૈક્ષણિક લોન અને શિષ્યવૃતિ વિશેની માહિતી.
 • ઈર્ન્ટવ્યુ માટેની કારર્કીદી માટેની કિંમતી સલાહ

ડેઈલી ડાયજેસ્ટ

ડેઈલી ડાયજેસ્ટ એ 365 વિષયોને સમાવતો વિભાગ છે. દરેક દિવસ માટે એક નવો વિષય. તે ભૌતિક વિજ્ઞાન, જ્ઞાન, લાગણીઓ, મનોરંજન અને આધ્યાત્મ જેવા વિષયો પર અગત્યની માહિતી પુરી પાડે છે.

પોર્ટલના‘અમારા વિશે’ અને ‘પ્રોજેક્ટ્સ’ વિભાગ મા ફાઉન્ડેશન અને તેના માર્ગદર્શન હેઠળ યોજાતી માહિતી આપે છે. પોર્ટલનો “Event” વિભાગ મા ફાઉન્ડેશનની તાજેતરની વિવિધ પ્રવૃતિઓ વિશે ચિત્રો ધરાવે છે.

"ગુજરાતી સાઈટ" મા ફાઉન્ડેશનના વિવિધ પ્રોજેક્ટોની માહિતી અને તેઓની સ્થિતિ વિશે વિસ્તારપૂર્વક આપેલું છે. તેના લેખો અને પ્રેઝન્ટેશન શિક્ષકોને તેની અધ્યાપન ક્ષમતા સુધારવા માટે મદદરૂપ થાય એવા છે. ગુજરાતી પોર્ટનો ઓનલાઈન વિભાગ શિક્ષક/વિદ્યાર્થીઓને પાયાનું અંગેજી અને IT કૌશલ્ય શિખવામાં મદદ કરે

જુલાઈ 2010 પ્રમાણેની સ્થિતિઃ

આ પોર્ટલ 15મી જાન્યુઆરી, 2008માં ખૂલ્લુ મુકવામા આવ્યું છે.